અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ગૌરવ ને ભાગ્ય

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

ઉજ્જડ ધરતીનો હું વણઝારો ને વાટિકાની તું મહારાણી; તારી સાથે પ્રેમ કરવામાં ગૌરવ કેમ ના માનું ?

 

સૂકા પ્રદેશનો હું પ્રવાસી ને લીલા પ્રદેશની તું રૂપરાણી; તારો પ્રેમી થયો માટે મને ભાગ્યશાળી કેમ ના માનું ?

 

વિરૂપતાના વેશ જેવો હું માનવ ને સૌન્દર્યના શણગાર જેવી તું મહાદેવી; મારા પર મુગ્ધ થઈ તેને માટે ગૌરવ કેમ ના માનું ?

 

નિર્ધન ને જગતનાં બંધનોમાં બંધાયેલો હું બંદી, ને ધની ને મુક્ત એવી તું રૂપરાણી; મને તારા હૃદયનો શણગાર બનાવ્યો તેને માટે ગૌરવ કેમ ના ધારું ? મારી જાતને ભાગ્યશાળી કેમ ના માનું ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer