અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સાધનાની સફળતા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

યોગની ગૂઢાતિગૂઢ અટપટી સાધનામાં મેં જીવનનો સોનેરી સમય પસાર કર્યો, ને મંત્રના આરાધનમાં સ્મશાનના સૂના પ્રદેશમાં રાત્રીઓ ટૂંકી કરી.

 

ધ્યાન તથા અનુષ્ઠાન કરવામાં પણ મેં પાછું વાળીને ના જોયું, ને તીરથના મહિમાથી મોહાઈ ને મોટા ભાગના જીવનને પૃથ્વીની પ્રદક્ષિણામાં પૂરું કર્યું.

 

જ્ઞાનની ગંભીર ગૂંચોમાં ગોથાં ખાધાં, ને સાગર ને સરિતામાં સ્નાન કરી કરીને અનંત એવા આનંદના અનુભવ સારુ નિષ્ફળ પ્રયાસ કર્યો.

 

પરંતુ તે દિવસે સુંદરતાના સદન સરખી સુકુમારીમાં તને જોઈ ને સ્નેહના સુધામય સ્વર સાથે તારી પૂજાનું ફૂલ બન્યો, ત્યારે જ મારી સાધના સફળ થઈ; ત્યારે જ મારી મહાયાત્રા પૂરી થઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer