પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

તોપણ શું ?

     
   
< BACK

પરિમલ

NEXT >
 

તને મળવા ના આવે તો પણ શું ?

તારે નિરાશ થવાનું કારણ નથી.

સમય આવશે ને એ જ તને મળવા માટે મનોરથ કરશે, તલપાપડ બનશે.

*

તારી સામે ના જુએ તો પણ શું ?

તારે ઓછું લાવવાનું કોઈ કારણ નથી.

સમય આવતાં એ જ તારા દર્શન માટે ને તને આંખ ભરીભરીને જોવા માટે તત્પર થશે; એમાં પોતાનું સૌભાગ્ય સમજશે.

*

એ તારી નિંદા કરે ને તિરસ્કારે તો પણ શું ?

સમય આવશે ને એ જ તારી સ્તુતિ કરશે, ને તને સન્માવવા આગળ આવશે; એને પોતાના જીવનનો આનંદ માનશે.

*

એ તારી વાત ના સાંભળે, ને તારી સામે ધૂળ ઉડાડે, તો પણ શું ?

સમય આવતાં એ તારા પથપ્રદર્શન માટે પડાપડી કરશે; તારા ચરણને પાવન ગણશે.

અને એમાંનું કશુંયે ના થાય તો પણ શું ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer