પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અપરિવર્તશીલ અનુરાગ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

આ પરિવર્તનશીલ પૃથ્વીમાં, પળેપળે ને પદેપદે, પરિવર્તન થઈ રહ્યું છે. જે આજે દેખાય છે તે કાલે એની એ અવસ્થામાં નથી રહેતું, ને જે કાલે હતું તે આજે એવા રૂપમાં નથી દેખાતું. ઉષા, સંધ્યા, સૂર્ય, ચંદ્ર ને તારા તથા અવિકારી જેવા આકાશમાં પણ પરિવર્તન થયા કરે છે.

આ પરિવર્તનશીલ પૃથ્વીમાં, પળેપળે ને પદેપદે, પરિવર્તન થઈ રહ્યું છે.

*

સરોવરમાં આ સોળે કળાએ ખીલી ઉઠેલાં કમળ સંધ્યા સમયે આવાં ને આવાં કળામય ક્યાં રહી શકવાનાં છે ? ને આ ફોરમવંતા ફૂલો પણ આખરે તો કરમાઈ જશે. જતી રહેતી જુવાનીની જેમ આ વસંત પણ વિલય પામશે, ને પાનખરનો પ્રારંભ થશે. મદોન્મત્ત બનીને સિંધુની દિશામાં અભિસરણ કરનારી સરિતા પણ છેવટે વિરહની વેદનામાં વ્યથિત થઈને સુકાઈ જશે.

*

પણ આપણા સ્નેહના સંબંધમાં એ નિયમ લાગુ નહિ પડે. એ તો આવો જ રહેશે, સદાને સારુ આવો જ અખંડ રહેશે, ને સનાતન રહીને સ્મિત કરશે.

*

આ પરિવર્તનશીલ પૃથ્વીમાં, પળેપળે ને પદેપદે, પરિવર્તન થઈ રહ્યું છે, વિનાશનું તાંડવ ખેલાઈ રહ્યું છે. પણ આપણા અમૃતમય અનુરાગનું એવું નહિ બને : એમાં ઓટ નહિ આવે, એ કદી પણ, કોઈયે કારણે મૃતઃપ્રાય નહિ બને.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer