પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

આશ્ચર્ય

     
   
< BACK

પરિમલ

NEXT >
 

જેને તારે માટે આટલો બધો પ્રેમ છે, અપાર અનુરાગ છે, તેનાથી જ તું દૂર રહે છે, એના જેવું આશ્ચર્ય બીજું કયું હોઈ શકે ?

 

જે તને મળવા માટે મનોરથ કરે છે, ને તારી સાથે સદાને સારુ શ્વાસ લેવાનાં સ્વપ્નાં સેવે છે : જે તારી પરિપૂર્ણ પ્રસન્નતાને પામવાના ઘાટ ઘડે છે, ને તારા અમીમય  આલિંગનમાં એક થવા માટે અશ્રુ સારીને ઝંખે છે. તેની સંભાળ ને સંપૂર્ણ સંભાળ તારાથી નથી લઈ શકાતી, એ કેટલું બધું આશ્ચર્ય છે ?

 

જે તારી પાછળ પાગલ છે; ને જેનું દિવાનું દિલ દિલરુબા બનીને તારા દૈવી ધ્વનિથી દ્રવી ઉઠે છે :

જેના હૃદયમાં ને રોમેરોમમાં એક તારા જ રાગની રસછોળ ઉડ્યા કરે છે, પ્રાણના પાવન પ્રદેશમાંથી તારો જ પ્રેમપ્રવાહ છૂટ્યા કરે છે, ને જેને તારા વિના શ્રેય કે પ્રેય બીજું કોઈ જ નથી : એને માટે તારો પ્રાણ નથી પીગળતો એ એક આશ્ચર્ય, અરે આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે.

 

ઊઠ, મારા પ્રાણધાર, તું બીજા કશાથી ના પલળ કે ના પીગળ, પણ પ્રેમથી તો પલળ ! એ વિના તારું મહત્વ શું રહેશે, ને તને સ્નેહ ને સહાનુભૂતિનો સિંધુ પણ કોણ કહેશે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer