પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

દરિયા જેવું દિલ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

નાનું દિલ, પણ છે દરિયા જેવું. એનામાં ઊંડાણ ઘણું છે, અને છે પણ અત્યંત વિશાળ.

 

ભાવની ભરતી એની અંદર આવ્યા કરે છે, અહોનિશ આવ્યા કરે છે; ને શાંત છતાં સુમધુર, સનાતન, સુખદાયક સંગીતસ્વરમાં, પોતાના પ્રાણને એ ઠાલવ્યા કરે છે.

 

ઉપર ઉપરથી નજર નાખનારને એમાં સલિલ સિવાય બીજું કાંઈ જ નહિ દેખાય. પણ એની અંદર ન જાણે કેટકેટલાં મોતી ભર્યાં છે; પ્રેરણાના અમર અમૃતદાને એણે ન જાણે કેટલાને જીવન ધર્યાં છે !

 

નાનું દિલ, પણ છે દરિયા જેવું : અસીમ, અમાપ, અગાધ, દૈવી દરિયા જેવું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer