પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કયી ધન્ય ઘડીએ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

કયી ધન્ય ઘડીએ, કયી પાવન પળે, મારા દિલને તમે તૈયાર કર્યું છે, તેની મને ખબર નથી. કયી ધન્ય ઘડીએ ને કયી પુણ્યવાન પળે !

 

જગતમાં જેનો જોટો ના જડે એવું અનેરું ને અનુપમ છે એ દિલ. એનો અનુરાગ અને એની આકાંક્ષા, એની નિર્મળતા ને એની નિષ્ઠા, બધું જ અજોડ છે. અને એ બધા કરતાં પણ એની અંદર અંકિત થયેલી તમારી મંગલમય, મનહર, મન્મથને મહાત કરનારી તમારી મૂર્તિ ! એથી એની આભા અનેકગણી વધી ગઈ છે.

 

બીજાં દિલ અનેક હશે, ને છે. પરંતુ આની અસાધારણતા એમાં છે કે એ પોતાનું મટી ગયું છે, તથા તમારું થયું છે. તમારી જ સંપત્તિ, તમારું જ મહિમામંડિત, મધુમય મંદિર, ને તમારું જ આશ્રયસ્થાન બન્યું છે.

 

કયી ધન્ય ઘડીએ, કયી પળે, મારા દિલને તમે તૈયાર કર્યું છે, તેની મને ખબર નથી. કયી ધન્ય ઘડીએ ને કયી પુણ્યવાન પળે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer