પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અનંતકાળના કવિને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અનંતકાળથી, અવિરામ રીતે, અવનીને અમૃતમય અથવા ઓતપ્રોત કરતી ચાલી આવતી તારી કવિતાની મનહર માળામાં મારી કવિતાની એક સુમધુર સુમનમાળા સમર્પિત કરું છું, ઓ મારા અનંતકાળના મહાકવિ, અમૃતના અક્ષય આગારસમી અવનીના એકાકી અથવા અનાદિ કવિ ! મારી કવિતાની એક બીજી સુમધુર સુમનમાળા તારા શ્રીચરણે સમર્પિત કરું છું !

*

અનંતકાળથી ચાલી આવતી તારી અનેકવિધ કવિતાકળાની સાથે મારી કવિતાની સરખામણી કરવાની મારી ઈચ્છા નથી. તારી કવિતામાં પ્રેરણાનો પારાવાર પડેલો છે, ને સુખ તથા શાંતિ સમાયેલી છે. તારી કવિતાથી જેમ હું, તેમ મારી કવિતાથી તું આનંદ પામે છે ને શાંતિ મેળવે છે. એટલી ધન્યતા કાંઈ મારે માટે ઓછી નથી, ઓ મારા મહાકવિ ! કવિતાની એટલી કૃતકૃત્યતા મારે માટે ઓછી નથી.

*

તારી કવિતાની જેમ મારી કવિતા પણ અમર રહેશે, ને અંનતકાળ લગી, અનંતકાળના અનેકાનેક પ્રવાસીઓને પ્રેરણા પાશે. આ અવનીમાં કેટલાય કવિસમ્રાટ થઈ ગયા, ને કેટલાય થયા કરશે. અનંતકાળના એ કવિમાંથી કોઈ એક કૃતાર્થ કવિસમ્રાટ તારી કવિતાકાળના પ્રતિક જેવી આ અવનીને અમીમય ને અનેરી જોઈને આશ્ચર્ય પામશે; તારા તથા કેટકેટલા કવિના સુખ સ્વપ્નાં તેને સાર્થક થયાં લાગશે. સાર્થકતાની એ અલૌકિક સૃષ્ટિમાં મારી કવિતાની આહુતિ પણ ઓછી અગત્યની નહિ હોય. અનંતકાળના ઓ મહાકવિ ! આજે નહિ પણ ત્યારે, મારી કવિતા વધારે અનેરી અથવા આશીર્વાદરૂપ લાગશે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer