પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મારું ઉડ્ડયન

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અનંત એવા અવકાશમાં ઉડીને કહે છે કે કોઈક માનવે વિમાનમાં બેસીને પૃથ્વીની પરિકમ્મા પૂરી કરી. ઉડ્ડયનના એવા અનેક આશ્ચર્યકારક પ્રયોગો થઈ રહ્યા છે, જેને પરિણામે માનવ ચંદ્રમાં જશે, મંગળમાં મુસાફરી કરશે, ને બીજા ગ્રહનક્ષત્રોનો અતિથિ બનશે.

 

માનવજાતની વિકાસકૂચના એ સમાચાર સાભળીને, અથવા કહો કે આધુનિક વિજ્ઞાનના એ અલૌકિક અથવા આશ્ચર્યજનક અન્વેષણની માહિતી મેળવીને, કોઈ કોઈ પ્રવાસી પૂછે છે કે, તમે પણ આમ ઉડ્ડયન નથી કરવાના કે વિશ્વના વિહારે નથી ચઢવાના ?

એમને હું ઉત્તર આપું છું કે ભાઈઓ, મારું ઉડ્ડયન તો ચાલુ જ છે; ને અનંતકાળથી મારું અન્વેષણ પણ આરંભાયેલું જ છે. કલ્પનાના કદી ના કરમાનારા કુસુમની માળા કરીને તથા કાળાતીત કવિ બનીને, ચદ્ર, મંગળ ને અવનીની આજુબાજુ હું ઊડતો નથી, પરંતુ મારા ઉરના ઊંડાણમાં, આત્માના અંતસ્તલમાં, ડૂબકી મારું છું, ને જે મેળવું છું તે સંસારની સામે રજૂ કરું છું.

 

બહારના ઉડ્ડયનની જેમ જ અંદરનું ઉડ્ડયન પણ માનવ ને માનવજાતિની સમસ્ત સૃષ્ટિ સારુ આવશ્યક અને આશીર્વાદરૂપ છે - બલ્કે એથીયે વધારે શ્રેયસ્કર છે, એ વાત કોણ નથી કહેતું, ને એનો સ્વીકારેય કોણ નથી કરતું ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer