પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સનાતન સ્નેહ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સુખ, સાહ્યબી ને સંપત્તિના સોનેરી સમયમાં તો હું તમને પ્રેમ કરું છું, ને વળગી રહું છું જ, પરંતુ દુઃખ, દીનતા ને દુર્દિન દશા દરમ્યાન પણ મારા અનુરાગની આરાધના ને આરતિ એવી જ અક્ષય અને અનવરત રહે છે, આથી અનેકને અચરજ થાય છે.

 

પ્રકાશ તથા પ્રજ્ઞાની પાવન પળોમાં હું તમને પ્રેમ કરું ને વળગી રહું છું જ, પરંતુ અંધકાર અથવા અજ્ઞાનથી આવૃત થયો હોઊં ત્યારે પણ તમારાં શ્રીચરણોમાં મારી સ્નેહસુધાની અંજલિ આપ્યા કરું છું; અને અનવરત આપ્યા કરું છું, એથી અનેકને અચરજ થાય છે.

 

પરંતુ એમાં અચરજ પામવા જેવું કશું જ નથી. જે સાગર સુધાકરનો સંસ્પર્શ પામીને પૂર્ણિમાના પરમ દિવસે પુલકિત થઈને હાલી ને નાચી ઊઠે છે, એ અમાસની અંધારી રાતે પણ એનું સ્નેહસંગીત મૂક રીતે ગાયા કરે છે. મારા જીવનમાં પણ મેં તમારી આરાધનાનો આરંભ પ્રતિકૂળતાની પળો દરમ્યાન જ કર્યો હતો. અને એથી જ પ્રતિકૂળતા મને મારી નિષ્ઠામાંથી ચલાયમાન નથી કરી શકતી. સર્વે સ્થળે ને સઘળે સમયે મારો સ્નેહ એવો જ અનેરો અને અખંડ રહે છે, અથવા અવનવા આલાપમાં આવિર્ભાવ પામ્યા કરે છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer