પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

આકાંક્ષા

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સૂર્યના સોનેરી, કલાત્મક કિરણ આ કમનીય કમળ પર પડે છે ત્યારે, કૃતાર્થતાની કવિતા કહેતું હોય તેમ કમળ હાલી, ખીલી, ને કિલ્લોલ કરી ઊઠે છે. અને સરિતા સ્નેહની સમગ્ર સંપત્તિથી સંપન્ન થઈને, સાગરમાં સમાવા જાય છે ત્યારે, સ્નેહના નશામાં નાચી ઊઠીને, સાગર પણ એનો સત્કાર કરે છે.

 

પુષ્પોના ઉપવનમાં ઉડનારા આ અલિમંડળને પુષ્પો પોતાની પ્રેમભરી પાંખડી હલાવી હલાવીને આમંત્રણ આપે છે. ને હજુ તો વરસાદની પધરામણી પણ નથી થઈ તે પહેલાં જ, મેઘમંડળનું નિરીક્ષણ કરતાંવેંત, કલાપી કેકા કરે છે, કે કૂદે છે.

 

આ બધી વાસ્તવિકતાનું દિગ્દર્શન કરાવીને હું તમારી પાસે એ જ આશા રાખું છું કે પ્રેમ જ્યારે પારસ્પરિક હોય છે ત્યારે જ ઉત્તમ લાગે છે, અને અવર્ણનીય આનંદ આપે છે. એની તમને પ્રતીતિ થાય, ને તમારું અંતર મારે માટે તલપાપડ થાય કે વારી જાય. કવિતાનાં કમનીય કુસુમોમાં, કવિ બનીને હું તો તમારી અનવરત આરાધના કરી જ રહ્યો છું : પરંતુ પ્રેમથી પરિપ્લાવિત થઈને, તમે પણ એ આરાધનાને તમારા સ્વર્ગીય સંગીતસ્વરથી સભર કરીને આશીર્વાદરૂપ કરી દો. મારી એ આકાંક્ષાની તમને ખાતરી થાય.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer