પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પુષ્પોને પેખીને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પર્વતની કરાળ કંદરામાં કેડી કાઢીને પ્રવાસ કરતાં કરતાં મેં એક પુષ્પોનું ઉપવન જોયું. પર્વત પર નાનાં મોટાં રગબેરંગી પુષ્પો અનેકની સંખ્યામાં શોભી રહ્યાં હતાં. મને જોઈને હલીહલીને તેમણે મારું સ્વાગત કર્યું.

 

એ પુષ્પોને પર્વતના એ એકાંત પ્રદેશમાં કોણે પેદા કર્યાં ? કયા કુશળ માળીની માવજતથી એ મોટાં થયાં, ને કોના સલિલસીંચનથી સુધાસભર કે સુવાસિત બન્યાં ? સુવ્યવસ્થિત તથા સુરક્ષિત ઉદ્યાનમાં ખીલી ઊઠવાને બદલે, મધુરતાથી મઢેલાં એ પ્રસન્ન પુષ્પો, પર્વતના એ એકાંત પ્રદેશમાં ક્યાંથી પ્રકટ થયાં?

 

એ પરિમલપાવન પુષ્પોને પેખીને મને ખાતરી થઈ કે માનવની માવજતથીયે વધારે મૂલ્યવાન તમારી માવજત જેને મળી જાય છે, તેના વિકાસની બધી જ ચિંતા ટળી જાય છે. તેને કોઈ ભય નથી, શોક નથી, સંતાપ નથી, ને કોઈ પ્રકારની કમી પણ નથી રહેતી. એ પરિમલપાવન પુષ્પોને પેખીને કોઈ પર્વતીય પ્રવાસીને એ પાઠ મળશે, તો પણ ઘણું છે. એમ માનીને મેં એમને કવિતાની લહાણી ધરી.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer