પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રવાસી માનવને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પ્રકૃતિને કોઈ સીમા નથી, તો તેં તારી સીમાબંધી કેમ કરી છે, પ્યારા માનવ ? સંકુચિતતાની દિવાલોને દૂર કર ને વિશાળ વિશ્વના નાગરિકરૂપે શ્વાસ લે.

 

ઉપર આકાશ ને નીચે ધરતી : એમાં ઓતપ્રોત થઈને રહેનારું સઘળું સર્જન સરખું છે. સૌની અંદર એક જ પરમ પ્રકાશ, ને એ જ પરમ પ્રકાશરૂપી ચેતનાનાં સૌ પ્રકટીકરણ છે. તો પણ, એ વિવેકને વેગળો મૂકીને, તેં મારાં તથા તારાં, પોતાનાં તથા પરાયાંની રાગદ્વેષ ને ભેદભાવરૂપી દિવાલો કેમ રચી છે, પ્યારા માનવ ? શાંતિમાં અશાંતિની, તેજમાં તિમિરની, તથા અમૃતની અંદર સોમલની સૃષ્ટિ કેમ કરી છે ?

 

નિસર્ગે તને વિશ્વનો વિહારી, અનંતકાળનો પ્રવાસી કર્યો છે; ને સૃષ્ટિની સમસ્ત સંપત્તિ તારે ચરણે ધરી છે. છતાં પણ તારી દુનિયાને તારે પોતાને જ હાથે તેં ટૂંકી કરી ને ક્ષુલ્લક કેમ ગણી છે, પ્યારા પ્રવાસી ? સૃષ્ટિના સંવાદી વાતાવરણમાં વિસંવાદની ક્રીડા કેમ કરી છે ?

 

પૃથ્વીના પ્રેમનો અને આખીયે અવનીની એકતાનો અગ્રદૂત બનીને જીવનનો ઉત્સવ કરી લે, તથા બીજાને પણ એ અમૃતમય ઉત્સવનું દાન દે, પ્યારા માનવ ! સ્વાર્થ, સીતમ ને શોષણને છોડી દે, તેમજ મહીને વધારે ને વધારે મધુમય કરવામાં જાતને જોડી દે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer