પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

માનવને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અમૃતના અપાર એવા અર્ણવમાં અમૃત વિના બીજું શું હોય, માનવ ? છતાં તું વિષ-વરાળની વેદના બોલી બતાવે છે, ને વિષનું વમન કરે છે, એ આશ્ચર્યકારક છે !

*

સુધાના સનાતન, સીમાહીન સાગરમાં સુધા સિવાય બીજું શું હોય, માનવ ? છતાં તું સોમલના સ્વાદનો સંતાપ બોલી બતાવે છે, ને સોમલથી છલેલા શબ્દોચ્ચાર કરે છે, એ આશ્ચર્યકારક છે !

*

આ તો પરિમલથી પરિપ્લાવિત પ્રફુલ્લ પુષ્પોનું ઉપવન છે. એમાં પરિમલની પ્રતીક્ષા કરવાની ને પરિમલને માટે પીડિત થવાનું ના હોય, માનવ ! છતાં એમાં શ્વાસ લઇને તું પરિમલ માટે પ્રાર્થે છે ને પોકાર પાડે છે, એ આશ્ચર્યકારક છે !

*

વસંતના વિલાસમાં પાનખરનો પ્રવેશ નથી, ને બીજી ઋતુનું પણ નામનિશાન નથી. એના સામ્રાજ્યમાં તો સઘળે સુખ જ સુખ, સર્વત્ર શાંતિ જ શાંતિ, ને આજુબાજુ આનંદ જ આનંદ છે, માનવ ! છતાં એનો પ્રજાજન બનીને તું શાંતિ, સુખ અને આનંદ માટે તલસે છે, એ આશ્ચર્યકારક છે !

*

તારી દૃષ્ટિ ને વૃત્તિને ફેરવી દે; તો આજે જે અભિશાપરૂપ લાગે છે, તે જ કાલે આશીર્વાદરૂપ થઈ પડશે, માનવંતા માનવ ! આજે જે મૃત્યુમય તે જ કાલે નવજીવન થઈ પડશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer