પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મંદિરમાં શ્વાસ લઉં છું

     
   
< BACK

પરિમલ

NEXT >
 

મંદિરની મુલાકાત હું કોઈ જ વાર લઉં છું એથી આશ્ચર્યચકિત થઈને એક પ્રતીમાપ્રેમીએ મારી મુલાકાત લીધી, ને મને તે વિશે પ્રશ્ન પૂછ્યો; તો મેં તેને કહ્યું, પ્રેમી ! મંદિર માટે મને માન છે, પરંતુ મારું મંદિર ઘણું વિશાળ છે.

સર્જન સારુંયે સુંદર મંદિર છે, ને એમાં જે કાંઈ છે તે બધું જ પ્રતિમામય. સૌની અંદર હું એ વિરાટ ચેતનાનું દર્શન કરું છું, ને સૌનેય મનોમન વંદન કરું છું.

મંદિરની મુલાકાત હું કોઈક જ વાર લઉં છું એ સાચું છે, પરંતુ આટલા પરથી સમજી શકશો, ને સહેલાઈથી સમજી શકશો, કે હું મંદિરમાં જ શ્વાસ લઉં છું.

 

એની આંખ પરથી હું સમજી શક્યો કે મારા ઉત્તરથી એને આનંદ થયો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer