પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સન્માનની સુમનાંજલિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પૃથ્વીના પેટાળમાં પ્રવેશ કર્યો, ને અનેક અવનવીન અને અલૌકિક એવા રહસ્યોની શોધ કરવા અનંત અથવા અસીમ આકાશમાં ઊડ્ડયન કર્યુ. પૃથ્વીની પરિકમ્મા પૂરી કરીને, ચંદ્ર ને બીજા ગ્રહનક્ષત્રમાં મુકામ કરવાની તૈયારી કરી. સંહારનાં સર્વોત્તમ સાધનની શોધ કરી, ને વિસ્મયકારક વિજ્ઞાનના પ્રયોગો પણ કરી બતાવ્યા.

એ રીતે અભૂતપૂર્વ ને અજાયબીમાં નાખી દે એવું તે કેટલુંય કર્યું, ને એવું બીજું કેટલુંય તું કરી રહ્યો છે, પ્યારા માનવ ! પરંતુ તારી અંદરની દુનિયા પર કાબુ ના કર્યો, ને તારી આજુબાજુની દુનિયાને મદદરૂપ ના બન્યો તો શું કામનું ? એ બધું, કહે તો ખરો કે, શું કામનું ?

*

તારા જ્ઞાનવિજ્ઞાન ને તારા બુદ્ધિબળના વૈભવને લઈને, માનવતાના મંગલ માટેના મહાયજ્ઞમાં શામેલ થા, ને સંસારને છે તેનાથી વધારે સુખી, શાંત ને સહકારમય કરવાની કોશીશ કર. માનવતાને તારો ઉપાસ્યદેવતા કર, ને સૃષ્ટિના સર્વમંગલને તારો એકમાત્ર આદર્શ. આથી અનુપ્રાણિત થઈને આગળ વધ કે પુરુષાર્થ કર. તો તારો પોતાનો વૈભવ તો ધન્ય થશે જ, પરંતુ સાથે સાથે સંસારનું શ્રેય પણ સાધી શકશે.

પ્રગતિના પાવનકારી - પોતાના ને પારકાના અભ્યુદયના પરમ મંત્રને પ્રાણમાં પ્રસ્થાપીને આગેકૂચ કર ! મારી સન્માનની સ્નેહસભર, સુધામયી સુમનાંજલિ તને અવશ્ય મળી રહેશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer