પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

એક જ હાથનું છેટું

     
   
< BACK

પરિમલ

NEXT >
 

એક અપરિચિત એવાં આવાસમાં હજાર હાથ ઊંડે સુવર્ણ ને મોતીની માળાઓ ને સોનામહોર દાટેલી હતી. બે મિત્રોને એની ખબર પડી. એ એમને કાઢવા તૈયાર થયા.

હથિયાર ને બીજી સામગ્રીથી સજ્જ થઈને તેઓ અંધારિયા એકાકી આવાસમાં આવી પહોચ્યા. એક મિત્રે એ સ્થળમાં ખોદવા માંડ્યું.

પ્રખર પરિશ્રમ પછી એણે નવસો ને નવ્વાણું હાથ સુધી ખોદી કાઢ્યું; પરંતુ કાંઈ જ ના મળતા એ હતાશ થયો. ભગ્નહૃદયે એણે પોતાના હથિયાર મુકી દીધા.

બીજા મિત્રે કહ્યું : હતાશ શા માટે થાય છે ? તારે ને નસીબને, સંભવ છે કે, એક જ હાથનું છેટું હશે.

પરંતુ એનું મન આગળના પુરુષાર્થ માટે ના માન્યું.

બીજા મિત્રે તે પછી એક જ હાથ વધારે ખોદ્યું, ને દાટેલો ભંડાર હાથ કર્યો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer