પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

બે દ્રશ્યો

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અંધકારના આવરણને આજુબાજુ બધેથી ભેદીને સૂર્યના પાવન પ્રકાશનું પ્રાકટ્ય થયું. પંખી પ્રસન્નતામાં પોકારી ઊઠ્યાં, દ્રુમ ડોલી ઊઠ્યાં, ને પત્રો તથા પુષ્પો પર બેઠેલાં તુષારબિંદુ એના આહલાદથી આપ્લાવિત થઇને ખરી પડ્યાં. એનું અવલોકન કરીને કોઇક કવિનું હૃદયબીન બોલી ઊઠ્યું : અંધકારથી ડરવાનું શું કારણ છે ? અંધકાર વિના અજવાળું છે જ ક્યાં ? પ્રકાશના પાવન પ્રકટીકરણ માટે અંધકાર અનિવાર્ય છે.

*

તાપે તપેલી ધરતી આકુળવ્યાકુળ થઈને અંતરના અંતરતમમાંથી પોકારી ઊઠી, ત્યારે વાદળ એની વહારે આવ્યાં, ને વરસાદની અમીધારાનો આરંભ થયો. વ્યાકુળતાને વિસારીને પૃથ્વીનો પ્રાણ થોડી વારમાં પાછો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો. આની ઝાંખી કરીને કોઈક કલાકારના કોમળ કાળજામાંથી શબ્દાવલિ છૂટી : વ્યથાથી વિહવળ થવાનું શું કારણ છે ? તાપ વિના છાયા છે જ ક્યાં ? જે સહે છે તે જ શાંતિ મેળવે છે, ને વિપત્તિને વેદનાની વિષ વરાળ વેઠે છે, તે જ સુધામાં સ્નાન કરે છે. તાપ તેમજ વેદના છાયા તેમજ શાંતિ માટે અત્યંત અનિવાર્ય છે.

*

નિરાશ થયેલા ને જીવનના ઝંઝાવાતથી ને ઝેરથી તપીને આકુળવ્યાકુળ બનેલા માનવે એ બે દ્રશ્યો જોયાં ત્યારથી એ આશાથી અલંકૃત થયો, એનો શોક શાંત થયો ને જીવન પ્રત્યેનો એનો પ્રેમ તથા વિશ્વાસ વધી ગયો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer