પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

રક્ષા કરો

     
   
< BACK

પરિમલ

NEXT >
 

 વિજ્ઞાનની વિશાળ શક્તિ વિઘાતક બનીને સૃષ્ટિની સુખ શાંતિ ને સમૃદ્ધિને બદલે સૃષ્ટિના સંહારનું સાધન થઈ રહી છે. એટમ, હાઈડ્રોજન કે કોબાલ્ટ જેવા કૃતાંતના દૂતસમા બોમ્બનો સંગ્રહ કરીને, અહંકારી, મદોન્મત્ત માનવ, સંસારના સર્વનાશના સાગરતટ પર આસન વાળીને જાણે કે બેસી રહ્યો છે.

 

વાતો વહાલની પણ વૃત્તિ વેરની, શબ્દો શાંતિ ને સહકારના પરંતુ સાધના અશાંતિ અને અસહકારની. એવા માનવનેતા પોતપોતાના પક્ષ ને બળની અભિવૃદ્ધિ કરવાની જાણે કે સ્પર્ધામાં પડ્યા છે, ને એને સારુ શક્ય એવાં અને એટલાં સઘળાં સાધનનો આશ્રય લઈ રહ્યા છે.

 

અંગાર અનેક છે, ને આજુબાજુ બધે જ કોલસા છે. એના પર પવન નાખવામાં આવે એવી અવસ્થા છે. એમાંથી ક્યારે જવાળા ફાટી નીકળે ને સર્વભક્ષી બને એ એકદમ અચોક્કસ છે. પરંતુ વિધ્વંસ ને વિપ્લવનાં વાદળ ચારેબાજુ ઘેરાયેલાં છે, અને આતંકની આશંકા છે, એટલું તો ચોક્સ છે.

 

કવિ તરીકે જ નહિ, પરંતુ તમારા એક પરમ પ્રામાણિક, પુરાણા, પ્રેમી તરીકે પણ, મારી તમને પ્રાર્થના છે કે માનવના મનની મલિનતાનું માર્જન કરો, માનવને સાચા અર્થમાં માનવ કરો, ને માનવની બુદ્ધિ તથા વિજ્ઞાનની શક્તિનો, સંસારની સુખાકારી ને સમૃદ્ધિ સારુ, સમન્વય કે સદુપયોગ કરો. એ રીતે સંસ્કૃતિની તો ઠીક, પરંતુ એનું સર્જન કરનારા મહામહિમાવંતા, મહામૂલ્યવાન, માનવ મનની રક્ષા કરો !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer