પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સંસ્મરણની સામગ્રી

     
   
< BACK

પરિમલ

NEXT >
 

વિશ્વના વિવિધ વાતાવરણમાં વસીને, સનાતન શાંતિ તથા સંપૂર્ણ સુખથી સંપન્ન તે જ બની શકે, જે પોતાની અંદર, અંતરના અંતરતમમાં લીન થાય, અથવા આત્મામાં ઓતપ્રોત બની જાય. સાંસારિક સુખ ને આનંદની આશાથી રાતદિન રડનાર ને ફેરા ફરનારને તેની પ્રાપ્તિ કદાપિ ના થઈ શકે. એટલા માટે, કહેવાતા ઈન્દ્રજન્ય આનંદની આકાંક્ષા તેમજ શોધને છોડી દે, ને સર્વશક્તિમાનના ક્ષીરસાગરમાં ડૂબકી મારી લે !

 

વિશ્વના વિવિધ વાતાવરણમાં વસીને, સનાતન શાંતિ તથા સંપૂર્ણ સુખથી સમૃદ્ધ તે જ બની શકે, જે સંસક્તિનાં બધાં જ બંધનને નિર્દયતાપૂર્વક તોડી નાખે, ને પોતાના જ્ઞાનની સમસ્ત સંપત્તિ પોતાની ને પારકાની પ્રસન્નતા સારું સુરક્ષિત રાખે કે વાપરી નાખે. એટલા માટે કહેવાતા ઈન્દ્રિયજન્ય આનંદની આકાંક્ષા તેમજ શોધને છોડી દે, ને સર્વશક્તિમાનના ક્ષીરસાગરમાં ડૂબકી મારી લે !

 

વિશ્વના વિવિધ વાતાવરણમાં શ્વાસ લઈને, સનાતન શાંતિ તથા સંપૂર્ણ સુખથી સુશોભિત તે જ બની શકે, જે સાંસારિક પદાર્થોના માલિકીપણાનો ત્યાગ કરી દે, ને પોતાનું મુખત્યારનામું ઈશ્વરના હાથમાં અર્પણ કરીને શાંતિનો શ્વાસ લે. એટલા માટે, કહેવાતા ઈન્દ્રિયજન્ય આનંદની આકાંક્ષા તેમજ શોધને છોડી દે, ને સર્વશક્તિમાનના ક્ષીરસાગરમાં ડૂબકી મારી લે !

 

આવાગમનનો અંત એ પછી જ આવી શકે, અને આત્મા પણ ત્યારે જ મુક્તિના મહારસને માણી શકે. શોધ સફળ બને તથા તૃષાને તૃપ્તિ મળે. સંતપુરૂષના આ સ્વર્ગીય સંગીતને સાંભળી લે, ને સંસ્મરણની સામગ્રી કરી દે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer