પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અભિલાષા

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અનંતકાળથી સંસારનું સનાતન, ચંચળ ચક્ર ચાલ્યા જ કરે છે એનો પ્રારંભ કોણે કર્યો કે ક્યારે થયો, અને એની પૂર્ણાહુતિ ક્યારે ને કોને હાથે થવાની છે, તે તો કોણ જાણે, પરંતુ અનવરત રીતે એ ચક્ર ચાલ્યા જ કરે છે. અંનતકાળથી સંસારનું સનાતન, ચચંળ ચક્ર ચાલ્યા જ કરે છે.

 

એમાં પરિવર્તન કરનારા ને પ્રાણ પૂરનારા પ્રાણવાન પુરુષો પણ પેદા થાય છે, તથા એને માટે અભિશાપરૂપ થનારા અને એના નાશની નૃશંસલીલા કરનારા નરાધમો પણ એમાં આવી જાય છે.

 

એક બાજુ એને સુખમય, શાંતિમય ને સમૃદ્ધ કરવાના પ્રયાસ થાય છે, તો બીજી બાજુ એ પ્રયાસનો પ્રતિકાર થતાં, માનવની સઘળી શુભ સાધના નિષ્ફળ જાય છે. એક બાજુ વૃષ્ટિની શરૂઆતથી સઘળું સુધાસભર થયેલું લાગે છે, તો બીજી બાજુ તીખા તાપથી ધરતીના રહ્યાસહ્યા રસકસમાં પણ, વેદનાની વીણા વાગે છે. એક તરફ માળી બીજની સૃષ્ટિ કરે છે, ત્યાં જ બીજી તરફ કરાળ કાળ જેવા કોઈક માવનને હાથે તે માટીમાં મળે છે.

 

એવી વિરોધી રમત ન જાણે કેટલા કાળથી ચાલ્યા જ કરે છે. ધરતીનું વિષ ને મહાપુરુષો, અવતારી પુરુષોનું અમૃત ખૂટતું જ નથી. એમની વચ્ચે અનાદિકાળથી, સનાતન સમયથી, સ્પર્ધા ચાલ્યા જ કરે છે. હવે અમૃતનો વિજય થાય, સુધાસીંચનની સાધના સફળ થાય, સર્વત્ર ને સર્વે સમય સફળ થાય, એ જ ઈચ્છા છે, અભિલાષા છે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer