પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સંગીતબિંદુ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

આકાશના અંતરને એકાએક કોણ જાણે શું થયું કે સૂર્યનો પ્રકાશ એની અંદર છૂપાઈ ગયો, ને ખરે બપોરે સમી સાંજનો દેખાવ ઉપસ્થિત થયો.

 

વાદળની વિશાળ સેના એના પર એકઠી થઈ ગઈ; ગડગડાટ શરૂ થયા; ને ચપલ ચિત્તની ચપલા ચારે તરફ ચમકવા માંડી. આકાશના અંતરને એકાએક કોણ જાણે શું થયું કે પૂનમને ઠેકાણે અમાસની સૃષ્ટિ થઈ !

 

વરસાદની ધારા ધરતી પર એના સ્નેહ સંદેશ સાથે ઢળવા લાગી ને ધરતી એ અનુરાગથી આનંદિત થઈ. એના અંતરસ્તલમાં વસંત જાગી ને વહાલની વેણુ વાગી. આકાશનાં અંતરને એકાએક કોણ જાણે શું થયું કે એના અણુએ અણુમાં આજે આહલાદક વીણા વાગી.

 

તમને જોઈને પણ એ જ રીતે મારા અંતરઆકાશમાં વહાલના વાદળ ઉમટી પડ્યાં છે ને વરસાદ શરૂ થયો છે. એના અણુએ અણુમાં અમૃતમયી વીણા વાગી છે ને વસંત જાગી છે. તમારા દર્શનથી એ જ રીતે મારા જીવનમાં વસંત જાગી છે.

 

મારી કવિતા એ એનો આછોપાતળો આભાસ છે; એના છૂટાંછવાયા સંગીતબિંદુ છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer