પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મહોત્સવનો આનંદ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સુખશાંતિના સર્વોચ્ચ સિંહાસન પર બેસીને આજે તો હું કૃતાર્થતાનું ગૌરવગીત ગાઈ રહ્યો છું. અંતરમાં આનંદ છે ને પ્રાણમાં પ્રકાશ. રોમેરોમમાં રસના રાસ રમાઈ રહ્યા છે. અંગાંગમાં અલૌકિકતાની આરતિનું અજવાળું, દૃષ્ટિમાં દિવ્યતા, વાણીમાં વહાલની વર્ષા, સ્પર્શમાં સુધાસીંચન, ને શ્રવણમાં તમારો સંગીતસ્વાદ. તમારા પ્રેમ પીયૂષથી પુલકિત, પ્રસન્ન ને પાવન પ્રાણ તમારી કૃતજ્ઞતાની કવિતા કવ્યા કરે છે. કોઈ બંધન નથી, શોક નથી, ચિંતા કે વ્યથા નથી, ને નથી કોઈ ભય. સ્વતંત્રતા ને સમુન્નતિના સ્વર્ગીય સિંહાસન પર બેસીને, જીવનના સાફલ્યના સુસ્વર છોડી રહ્યો છું. સંસારની સફરના સાફલ્યનું સનાતન સંગીત છોડી રહ્યો છું.

 

આ આસ્વાદમાં ઓતપ્રોત બનીને મારું સર્વકાંઈ સફળ બન્યું છે, ને ધન્ય થયું છે એ સાચું; પરંતુ પૃથ્વીમાં પીડા છે, દર્દ છે, દુ:ખ છે, અશાંતિ છે, બંધન છે, ને વેદનાની વીણા વાગે છે, ત્યારે મારા જ જીવનના મધુમય મહોત્સવની મીઠાશ માણીને હું બેસી નહિ રહું; પરંતુ બીડાયેલાં પદ્મદલને પ્રકટાવનારા સૂર્યકિરણની જેમ, જડ ને ચેતનને નવજીવનનું દાન દેનાર વસંતની જેમ, અથવા તો સ્વયં સંતપ્ત બનીને વાદળરૂપે રસ ને કસની વર્ષા કરનારા સાગરની જેમ, મારું સર્વસ્વ લઈને, સંસારની સુશ્રૂષાની શરૂઆત કરીશ; ને જગતમાં જ્યારે વેર, ઝેર, દુ:ખ, દર્દ, શોક કે શોષણ, ને બંધન ને ક્રંદન નહિ રહે, ત્યારે જ મારા મહોત્સવને સંપૂર્ણ ગણીશ, અને આનંદિત અંતરે કવિતામાં કરોડોની કૃતાર્થતા વણીશ. એ દિવસે હું અનંત આનંદમાં એકાકાર બનીશ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer