પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સાગર ને જીવન

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સાગરની વિશાળતાનો વિચાર કરીને, મને જીવનની સાથે એની સરખામણી કરવાનું મન થઈ જાય છે. જીવન પણ એવું જ અનંત અને અસીમ છે ને ? ઉપર ઉપરથી જોનારને એ ગહન ને રહસ્યમય લાગે છે. પરંતુ એની અંદર ડૂબકી મારનારને ન જાણે કેટલાંક મૂલ્યવાન મોતી લાધે છે !

 

ઉપરથી શાંત છતાં અંદરથી અપાર અનુરાગ; વેદના ને વ્યાકુળતાથી વિહવળ છતાં મર્યાદાના પાલનની પ્રસન્નતા; ભરતી અને ઓટમાં પણ સંગીતના એના એ અવિરામ આલાપ; અંતરમાં વડવાનલ ને બહાર વાવાઝોડાનું તોફાન તો પણ તિતિક્ષાની તેમજ શાંતિની સતતતા; મહીના મંગલ માટે સૂર્ય દ્વારા શોષાઈને વહાલની વર્ષારૂપે વરસવાની તત્પરતા; તથા સ્ત્રોત, સરિતા ને પાણીના પાર વિનાના પ્રવાહોને પોતાના પ્રાણમાં સમાવી લેવાની સ્વાભાવિકતા; એ સૌનો વિચાર કરી ને મને થાય છે કે સર્વોત્તમ જીવન પણ શું સાગર સાથે નથી સરખાવી શકાય તેમ ?

 

હા, સર્વોત્તમ જીવનનો સાગર ક્ષારથી ભરેલો કે ક્ષારનો બનેલો નથી, પરંતુ ક્ષીરસાગર છે, એટલું ઉમેરીએ તો એ સરખામણી સાચેસાચી થઈ શકે ને સર્વમાન્ય બની શકે એમ છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer