Patanjali's authoritative treatise on Yoga

 

Yog Sutra

 

With Sacred text and its Gujarati translation

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

  પાતંજલ યોગદર્શન
  Patanjali's Yoga Sutra  
< BACK

Sadhan Pada

NEXT >

Sadhan Pada : Verses 21 - 25

 

२१. तदर्थ एव दृश्यस्यात्मा

૨૧. દૃશ્યનું સ્વરૂપ તે દૃષ્ટાને માટે જ છે.

દૃષ્ટાને પોતાના દર્શન દ્વારા ભોગ પ્રદાન કરવા ને સ્વરૂપનું દર્શન કરાવીને મોક્ષનું દાન દેવા માટે જ દૃશ્યનું અસ્તિત્વ છે. દૃશ્યનો ઉદ્દેશ તે જ છે.

-------

२२. कृतार्थं प्रति नष्टम् अप्यनष्टं तदन्यसाधारणत्वात्

૨ર. ભોગ ને મોક્ષનો અનુભવ જેમણે કરી લીધો છે, તેવા પુરુષોને માટે પ્રકૃતિનો નાશ અથવા અભાવ થઇ જાય છે. છતાં પણ તે સંપૂર્ણપણે નષ્ટ થતી નથી. કેમકે બીજા જીવોને માટે તે રહે છે. આથી જણાય છે કે પ્રકૃતિ પરિણામી હોવા છતાં પણ અનાદિ ને નિત્ય છે.

-------

२३. स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संयोगः

ર૩. સ્વશક્તિ એટલે પ્રકૃતિ ને સ્વામીશક્તિ એટલે પુરુષ. એ બંનેના સ્વરૂપની પ્રાપ્તિનું જે કારણ છે, તે સંયોગ કહેવાય છે.

દૃશ્યનું સ્વરૂપ દૃષ્ટાને માટે જ છે. તેથી પુરુષને પ્રકૃતિનો સ્વામી કહ્યો છે, ને પ્રકૃતિને પુરુષની પોતાની વસ્તુ માની છે. તે પ્રકૃતિની સાથે સંબંધ થવાથી પુરુષ પ્રકૃતિનાં જુદાંજુદાં રૂપોને જુએ છે ને તેનો ભોગ કરે છે. તેથી વિરક્ત થઇને જ્યારે તે સ્વરૂપનું દર્શન કરવા મથે છે, ત્યારે તેને સ્વરૂપનું દર્શન થઇ જાય છે. પછી સંયોગની જરૂર ના રહેવાથી તે મટી જાય છે. તેને જ પુરુષની કૈવલ્યદશા કહે છે.

-------

२४. तस्य हेतुरविद्या

૨૪. તે સંયોગનું કારણ અવિદ્યા છે.

શુદ્ધ, ચેતન ને નિર્વિકાર પુરુષનો જડ પ્રકૃતિની સાથેનો સંબંધ અવિદ્યાને લીધે છે. સ્વરૂપના અજ્ઞાનનું નામ અવિદ્યા છે. સ્વરૂપના જ્ઞાનથી તેનો નાશ થઇ જાય છે.

-------

२५. तदभावात् संयोगाभावो हानं तद्दृशेः कैवल्यम्

૨૫. આત્માની અનુભૂતિ થવાથી અવિદ્યા મટી જાય છે. તેથી સંયોગ પણ મટી જાય છે. પછી જન્મ ને મરણ જેવાં બીજાં બધાં જ દુઃખોનો કાયમ માટે અંત આવી જાય છે. તેને ‘હાન’ કહેવામાં આવે છે. તે વખતે પુરુષ પોતાની સહજ કૈવલ્ય દશાની પ્રાપ્તિ કરી લે છે.

 

(From Shri Yogeshwarji's book entitled 'Patanjal Yog Darshan')

Patanjali's Yog Sutra

| Samadhi Pada | Sadhan Pada | Vibhuti Pada | Kaivalya Pada |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer