Patanjali's authoritative treatise on Yoga

 

Yog Sutra

 

With Sacred text and its Gujarati translation

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

  પાતંજલ યોગદર્શન
  Patanjali's Yoga Sutra  
< BACK

Samadhi Pada

NEXT >

Samadhi Pada : Verses 01 - 05

 

. अथ योगानुशासनम्

0. હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.

-------

२. योगश्चित्तवृत्तिनिरोधः

0૨. ચિત્તની વૃત્તિઓના નિરોધને, અથવા ચિત્તની વૃત્તિઓ સંપૂર્ણપણે રોકાઇ જાય તેને, યોગ કહે છે.

-------

. तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्

03. નિરોધની એ દશામાં જે દૃષ્ટા છે તે આત્માની પોતાના સ્વરૂપ એટલે મૂળરૂપમાં સ્થિતિ થઇ જાય છે.

-------

. वृत्तिसारूप्यम् इतरत्र

0૪. યોગસાધના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ ના થાય ત્યાં સુધી, બીજા બધા જ વખત દરમિયાન, દૃષ્ટા આત્મા પોતાના ચિત્તની વૃત્તિઓના જેવું રૂપ ધારણ કરે છે. વૃતિઓની સાથે તે એકરૂપ બની જાય છે. તેને પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન કે ભાન રહેતું નથી, નિરોધમાં જ તેનું જ્ઞાન થઇ શકે છે. આ પરથી એમ પણ સમજી લેવાનું છે કે ચિત્તવૃત્તિનો નિરોધ જડ નથી પણ ચૈતન્યમય અથવા જ્ઞાનમય છે. આત્માને પોતાનું મૂળ સ્વરૂપ મેળવી આપનારો કે પોતાના સત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરનારો છે.

-------

. वृत्तयः पञ्चतय्यः क्लिष्टा अक्लिष्टाः

0૫. ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે, તથા દરેક વૃત્તિના ક્લિષ્ટ ને અક્લિષ્ટ બે ભેદ હોય છે. અવિદ્યા જેવા ક્લેશોને વધારનારી ને યોગમાર્ગમાં વિઘ્નરૂપ થનારી વૃત્તિ ક્લિષ્ટ કહેવાય છે ને ક્લેશને દૂર કરનારી તથા યોગમાર્ગમાં મદદરૂપ થનારી વૃત્તિ અક્લિષ્ટ કહેવાય છે. આ વાતને સમજી લઇ, સારી વૃત્તિની મદદથી પહેલા ખરાબ વૃત્તિને વશ કરી, સારી વૃત્તિનો પણ નિરોધ કરવો જોઇએ. એટલે યોગ થયો કહેવાય.

 

(From Shri Yogeshwarji's book entitled 'Patanjal Yog Darshan')

Patanjali's Yog Sutra

| Samadhi Pada | Sadhan Pada | Vibhuti Pada | Kaivalya Pada |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer