Patanjali's authoritative treatise on Yoga

 

Yog Sutra

 

With Sacred text and its Gujarati translation

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

  પાતંજલ યોગદર્શન
  Patanjali's Yoga Sutra  
< BACK

Samadhi Pada

NEXT >

Samadhi Pada : Verses 11 - 15

 

११. अनुभूतविषयासंप्रमोषः स्मृतिः

૧૧. જુદી જુદી વૃત્તિઓ દ્વારા અનુભવવામાં આવેલા વિષયોના સંસ્કાર ચિત્તમાં પડ્યા હોય છે. કોઇ નિમિત્તને લીધે તે ફરીવાર જાગી જાય કે પ્રકટ થાય, તેને સ્મૃતિ કહે છે.

સ્મૃતિ પણ ક્લિષ્ટ કે અક્લિષ્ટ એમ બે જાતની છે. સાધના ને જીવનની ઉન્નતિમાં મદદ કરનારી સ્મૃતિને અકલિષ્ટ, અને તે સિવાયની બીજી જાતની સ્મૃતિને ક્લિષ્ટ સ્મૃતિ કહે છે.

-------

१२. अभ्यासवैराग्याभ्यां तन्निरोधः

૧૨. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાના બે ઉપાય છે - અભ્યાસ અને વૈરાગ્ય.

-------

१३. तत्र स्थितौ यत्नोऽभ्यासः

૧૩. સ્વભાવથી ચંચલ એવા મનને સ્થિર કરવા માટે વારંવાર પ્રયાસ કરવો તે અભ્યાસ કહેવાય છે.

-------

१४. स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः

૧૪. તે અભ્યાસ લાંબા વખત લગી, નિરંતર, ઉત્સાહ ને પ્રેમપૂર્વક તથા સંપૂર્ણપણે કરતા રહેવાથી છેવટે પરિપક્વ કે દૃઢ થઇ શકે છે.

-------

१५. दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम्

૧૫. જોયેલા કે સાંભળેલા વિષયો પરથી જ્યારે મન ઉપરામ થઇ જાય અથવા તૃષ્ણારહિત બની જાય, ત્યારે તે વિષયોને મેળવવાની ઇચ્છાનો અંત આવી જાય છે. તેવા કામના વિનાના ચિત્તની જે વશીકાર નામની અવસ્થા છે તે વૈરાગ્ય કહેવાય છે.
 

(From Shri Yogeshwarji's book entitled 'Patanjal Yog Darshan')

Patanjali's Yog Sutra

| Samadhi Pada | Sadhan Pada | Vibhuti Pada | Kaivalya Pada |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer