Patanjali's authoritative treatise on Yoga

 

Yog Sutra

 

With Sacred text and its Gujarati translation

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

  પાતંજલ યોગદર્શન
  Patanjali's Yoga Sutra  
< BACK

Vibhuti Pada

NEXT >

Vibhuti Pada : Verses 26 - 30

 

२६. भुवनज्ञानं सूर्ये संयमात्

ર૬. પુરાણોમાં ચૌદ પ્રકારના લોકનું વર્ણન કરેલું છે. તેમાંથી એક પૃથ્વી કે ભૂલોક કહેવાય છે. એ બધા જ લોકલોકાંતરનું જ્ઞાન સૂર્યની અંદર સંયમ કરવાથી થઇ શકે છે.

-------

२७. चन्द्रे ताराव्यूहज्ञानम् ।

ર૭. ચંદ્રમાની અંદર સંયમ કરવાથી તારાના વ્યૂહનું અથવા તારામંડળના સ્થાનનું પરિપૂર્ણ જ્ઞાન થઇ જાય છે.

-------

२८. ध्रुवे तद्गतिज्ञानम्

ર૮. ધ્રુવ તારો અચલ ગણાય છે. બીજા બધા જ તારાની ગતિનો તેની સાથે ગાઢ સંબંધ છે. તેથી ધ્રુવતારામાં સંયમ કરવાથી બધા જ તારાની ગતિનું જ્ઞાન થઇ શકે છે. કયો તારો કયા નક્ષત્ર કે કઇ રાશિ પર કયે વખતે આવશે તેની માહિતી મળી રહે છે.

-------

२९. नाभिचक्रे कायव्यूहज्ञानम्

ર૯. નાભિચક્રમાં શરીરની સઘળીયે નાડી એકત્ર થઇને રહેલી છે. તે ચક્રમાં સંયમ કરવાથી શરીરના વ્યૂહનું જ્ઞાન થઇ જાય છે. શરીરની અંદરની વ્યવસ્થાનું યોગીને ભાન થાય છે.

-------

३०. कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः

30. કંઠકૂપમાં સંયમ કરવાથી ભૂખ ને તરસની નિવૃત્તિ થઇ જાય છે.

જીભની નીચે એક તંતુ છે. તેને જીહ્વામૂળ કહે છે. તેની નીચે કંઠ ને નીચે ખાડા જેવું છે. તે કંઠકૂપની સાથે પ્રાણવાયુ અથડાયા કરે છે. તેથી ભૂખ તરસ લાગે છે. તેમાં સંયમ કરવાથી ભૂખ તરસ મટી જાય છે.

 

(From Shri Yogeshwarji's book entitled 'Patanjal Yog Darshan')

Patanjali's Yog Sutra

| Samadhi Pada | Sadhan Pada | Vibhuti Pada | Kaivalya Pada |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer