Patanjali's authoritative treatise on Yoga

 

Yog Sutra

 

With Sacred text and its Gujarati translation

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

  પાતંજલ યોગદર્શન
  Patanjali's Yoga Sutra  
< BACK

Vibhuti Pada

NEXT >

Vibhuti Pada : Verses 31 - 35

 

३१. कूर्मनाड्यां स्थैर्यम् ।

3૧. ઉપરના સૂત્રમાં કહેલા કૂપની એક કાચબાના આકારની નાડી છે. તેમાં સંયમ કરવાથી સ્થિરતાની પ્રાપ્તિ થાય છે.

-------

३२. मूर्धज्योतिषि सिद्धदर्शनम् ।

3ર. મસ્તકમાં જે જ્યોતિ છે તેમાં સંયમ કરવાથી સંસારમાં વસનારા ને વિચરનારા પ્રકટ ને અપ્રકટ સિદ્ધ પુરુષોનાં દર્શન થઇ શકે છે.

-------

३३. प्रातिभाद् वा सर्वम् ।

33. પ્રાતિભ જ્ઞાન વિવેકજનિત જ્ઞાનનું પૂર્વરૂપ છે. તેની પ્રાપ્તિથી કોઇ ખાસ પ્રકારના સંયમ વિના જ, યોગી બધી વાતોને જાણી લે છે.

-------

३४. हृदये चित्तसंवित् ।

3૪. હૃદયકમળમાં ચિત્તનું સ્થાન છે. તેમાં સંયમ કરવાથી વૃત્તિઓ સાથે ચિત્તનું જ્ઞાન થઇ જાય છે. અથવા તો ચિત્તના સ્વરૂપનું જ્ઞાન થઇ જાય છે.

-------

३५. सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः।

परार्थत्वात् स्वार्थसंयमात् पुरुषज्ञानम् ।

3પ. સત્વ એટલે બુદ્ધિ તેમ જ પુરુષ બંને તદ્દન જુદાં જુદાં છે કેમ કે બુદ્ધિ જડ, પરિણામશીલ, ભોગ્ય ને ચંચલ છે; ને પુરુષ ચેતન, અપરિણામી, ભોક્તા ને અસંગ છે. છતાં અજ્ઞાનને લીધે તે બંનેની એકતા લાગે છે. તેથી બંનેનું અલગ અલગ જ્ઞાન નથી થતું. તે દશામાં ચિત્તના સુખ-દુઃખ, રાગ-દ્વેષ ને મોહ જેવા ધર્મોનું આરોપણ અજ્ઞાની માણસ ચિત્તમાં પ્રતિબિંબિત ચૈતન્ય પુરુષમાં કરે છે. એ અભેદની પ્રતીતિને ભોગ કહેવામાં આવે છે. એ અભેદવૃત્તિ જોકે ચિત્તનો ધર્મ છે, પરંતુ સાચા અર્થમાં પુરુષને માટે જ છે. માટે પરાર્થ કહેવાય છે. આ ભોગમય વૃત્તિથી જુદી એવી પુરુષની જે સ્વરૂપવિષયક વૃત્તિ પ્રકટે છે તે સ્વાર્થ કહેવાય છે. કેમ કે તે પુરુષને માટે જ છે. તે સ્વાર્થવૃત્તિમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થઇ શકે છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થનારા પુરુષના ચેતનરૂપને તેવા સંયમથી જાણી શકાય છે.

 

(From Shri Yogeshwarji's book entitled 'Patanjal Yog Darshan')

Patanjali's Yog Sutra

| Samadhi Pada | Sadhan Pada | Vibhuti Pada | Kaivalya Pada |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer