Text Size

પ્રેમ ને મુક્તિ

પ્રેમના પવિત્ર બંધનથી જે ના મળે
તે મુક્તિ ને શાંતિ હે વૈરાગી, મારે ઈષ્ટ નથી!

જે હૃદય વજ્રથી પણ સખત બને,
પથ્થરથી પણ એટલું જડ બને
કે તેને ભાવના કે લાગણીનો સ્પર્શ પણ ના થઈ શકે,
પ્રેમનો મહાસિંધુ જેના તટને તદ્દન પાસે છતાં પણ ના પલાળી શકે,
એ હૃદયની ને એથી સાંપડતી સિદ્ધિની
ઓ વૈરાગી, મને જરા પણ તમા નથી

પ્રેમના પવિત્ર બંધનથી ના મળે
તે મુક્તિ ને શાંતિ, હે વૈરાગી, મારે ઈષ્ટ નથી !

આ ફૂલ ને આ વૃક્ષ ને આ પંખીની સુમધુર સૂરાવલિ :
મને તો એમાં મળી છે મુક્તિ ને શાંતિ,
ઓ વૈરાગી ! ને તેથી જ કહું છું કે
પ્રેમ એ જ મારી મુક્તિ છે;
પ્રેમ વિનાની મુક્તિ મને માન્ય નથી;
ને તે હોય તો મારે મન તેની લગીરે કિંમત નથી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting