if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ વખતે તો ભલે પધારો કરવા કૃપા તમારી.
આ વખતે તો જરૂર આવો કરવા કૃપા તમારી.

આજ સુધી તો ઘણી કરી છે તમે કસોટી મારી,
સંકટ વરસાવ્યાં અગણિત છે, તોય ન બેઠો હારી;
આશા રાખી અડગ રહ્યો હું, નિત્ય નિભાવી યારી ... આ વખતે.

એક ધન્ય દિવસે તો ફળશે શ્રદ્ધા સેજ મારી,
કૃપા કરીને મુજને લેશો સૌ સંકટથી તારી;
એ વિશ્વાસે સહી સ્મિતથકી કૈંક વિપત્તિ ભારી ... આ વખતે.

હિમાલયસમો શાંત રહીને ધ્યેયને રહ્યો ધારી;
આ પૃથ્વીની ક્ષુદ્ર વાસના તેમ કામના મારી;
ગંગા જેમ અનંત રાગથી કરી જિંદગી ન્યારી ... આ વખતે.

તીર્થ તપ્યો ને વસ્યો વનમહીં પ્રેમ તમારો ધારી;
ગાયાં ગૌરવભર્યાં ગીત મેં, જઈ ખરેખર વારી;
હવે હદ થઈ, પ્રકટ થઈને લો નિજ પણને પાળી ... આ વખતે.

રૂપ નિરખવા ઝંખે નયનો, આતુર અંતર ભારી;
દિવસે પ્રાર્થું, રજની વીતે વ્યાકુળતામાં સારી;
જોજો આઘાત કરો કોઈ, ઘાયલને દો મારી ! ... આ વખતે.

આ વખતે ના નિરાશ કરશો, સફળ સાધ હો મારી;
સુસ્વાગત છે, ભલે પધારો, લેવા મને ઉગારી;
‘પાગલ’નો ભાગ્યોદય થાયે, રહો હૃદયમાં ધારી ... આ વખતે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.