Saturday, July 26, 2014
   
Text Size

Verse 01-05

धृतराष्ट्र उवाचः
ધૃતરાષ્ટ્ર કહે છેઃ
Dhritarastra uvacha

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥१-१॥

dharmakshetre kurukshetre samvetah yuyut savah
mamakah pandavas'sca' ve kim akurvata samjaya

કુરુક્ષેત્રના તીર્થમાં, મળિયા લડવા કાજ,
કૌરવ પાંડવ તેમણે, કર્યું શું કહો આજ.
*
Sanajaya uvacha
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥१-२॥

dristava tu pandavarikam vyudham duryodhanas tada
acharyam up samgamya raja vachanam abravit

જોઈ પાંડવ સૈન્યને, રાજા દુર્યોધન
દ્રોણ ગુરૂ પાસે જઈ, બોલ્યો આમ વચન.
*
MP3 Audio

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


*
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥१-३॥

Pashyetam pandu putranam acharya mahatim chamum
vyudham drupad putrena tava sishayene dhimata

ગુરૂદેવ, સેના જુઓ, પાંડવોની ભારી,
દ્રુપદપુત્ર તમ શિષ્યથી, સજ્જ થઈ સારી.
*
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥१-४॥

atra shura maheshvasa bhimarjunasama yudhi
yuyudhano viratashchai dhrupadascha maharathah.

અર્જુન ભીમસમા ઘણા યોધ્ધા છે શૂરવીર,
મહારથી યુયુધાન છે દ્રુપદ વિરાટ અધીર.
*
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥१-५॥

Dhristaketu Chekitanah Kashiraijas cha viryavana
Purijit Kuntibhojascha Saibyas cha narpungavah

પુરુજિત કુંતીભોજ છે, શૈલ્ય શ્રેષ્ઠ ગુણવાન,
ધૃષ્ઠકેતુ ને ચેકિતાન કાશીરાજ બલવાન.

Meaning
धृतराष्ट्र बोले:
हे संजय, कुरुक्षेत्र के युद्ध मैदान में युद्ध की इच्छा से इकट्ठे हुये मेरे और पाण्डु के पुत्रों ने क्या किया ?
संजय बोले:
हे राजन, पाण्डवों की सेना को देख कर दुर्योधन ने आचार्य द्रोण के पास जा कर कहा, हे आचार्य, आप के शिष्य द्रुपदपुत्र द्वारा सुग्रथित इस विशाल पाण्डू सेना को देखिये । इसमें भीम और अर्जुन के अलावा युयुधान, विराट, महाराजा द्रुपद, धृष्टकेतु, चेकितान, काशिराज, पुरुजित, कुन्तिभोज तथा नरश्रेष्ट शैब्य जैसे कई शूरवीर योद्धा है ।

ધૃતરાષ્ટ્ર બોલ્યા -
હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ?
સંજય બોલ્યા -
હે રાજન, પાંડવોની સેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને બોલ્યા. હે આચાર્ય ! આપના શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. એમાં ભીમ અને અર્જુન સિવાય યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ,  મહારાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે.

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen 
02.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 38 guests online