Verse 21-25
बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥५-२१॥
bahya sparsheshu asaktatma vindati atmani yat sukham
sah brahmayogayuktatma sukham akshayam ashnute.
અનાસક્ત વિષયોથકી જે સુખને પામે,
સુખ અક્ષય તે બ્રહ્મમાં સ્થિત યોગી પામે.
*
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥५-२२॥
ye he sanshasparshaja bhoga duhkhayonaya eva te
adhyanta vantah kaunteya na teshu ramate dudhah
સ્પર્શજન્ય ભોગો બધાં, આદિ અને અંતે,
દુઃખ આપતા તે મહીં જ્ઞાની ના જ રમે.
*
MP3 Audio
*
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥५-२३॥
shaknoti iha eva yah sodum prak sharir vimokshanat
kamakrodhoda bhavanm vegam sah yuktah sah sukhi narah.
દેહ ત્યાગ પહેલાં જ જે કામ ક્રોધના વેગ,
સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તે જ.
*
योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥५-२४॥
yah antah sukhah antararamah tatha antarjyotih eva yah
sah yogi brahmanirvanam brahmabhutah adhijachhati
આત્માનું સુખ મેળવે, આત્મામાં આરામ,
તે મુક્તિને મેળવે, રહે ન કાંઈ કામ.
*
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥५-२५॥
labhante brahman irvanam rishayah kshinakalmashah
chhinnadvaidhah yatamanah sarvabhut hite tatah
જીવોની સેવા કરે, દોષ કરે જે દૂર,
તે મુક્તિને મેળવે, પડે ન માયાપૂર.
| < Prev | Next > |
|---|
