Friday, February 10, 2012
   
Text Size

Verse 01-05

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavana uvacha

अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६-१॥

anashritah karma phalam karyam karma karoti yah
sah sanyasi cha yogi cha na niragnih ha cha akriyah

ફલનો આશ્રય છોડતાં, કર્મ કરે છે જે,
સંન્યાસી તે છે ખરો, યોગીજન પણ તે.

અગ્નિને અડકે નહીં, કર્મ કરે ના તોય,
માયા મમતા હોય તો ત્યાગી થાય ન કોય.
*
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६-२॥

yam sanyasam iti prahuh yogam tam viddhi pandava
nahi chsanyastasan kalpah yogi bhavati kashechana

યોગ અને સંન્યાસ બે અલગ ખરે જ નથી,
છોડે ના સંકલ્પ તે યોગી થાય નહીં.
*
MP3 Audio

*
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥६-३॥

arurukshoh muneh yogam karma karnam uchyate
yogarudhasya tasya eva shamah karanam uchyate

યોગ-સાધના કાજ તો સાધન કર્મ મનાય,
શમના સાધનથી પછી યોગરૂઢ થવાય.
*
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६-४॥

yada hi na indriyarthesha na karmasu anusajjate
sarvasankalpa sanyasin yogarudhah tada uchyate

ઈન્દ્રિયોના વિષયની મમતા છૂટી જાય,
સંકલ્પ મટે તે પછી યોગારૂઢ ગણાય.
*
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६-५॥

udharet atmana atmanama na atmanam avasadayeta
atma eva hi atmanah bandhuh atma eva ripuh atmanah.

કરવું પતન ન જાતનું, કરવો નિત ઉધ્ધાર,
પોતે શત્રુ, મિત્ર ને પોતાનો રખવાળ. ॥૫॥

Today's Quote

Violence can only be concealed by a lie, and the lie can only be maintained by violence.
- Solzhenitsyn 
03.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 39 guests online

View site in