Friday, February 10, 2012
   
Text Size

Verse 06-10

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६-६॥

bandhuh atma atmahan tasya ten atma eva atmana
tijah anatmanah tu shatrutve nartet atma eva shatruvat

જે મનને જીતે સદા મિત્ર બને છે તે,
પોતાનો શત્રુ બને મન ના જીતે જે.
*
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६-७॥

Jitatmanah prashamtasya Paramatma samahitah
Shitosnasukhduhkhashu Tatha manapranayo.

જાત ઉપર સંયમ કરી લે છે જે યોગી,
શાંત હોય તે, હોય છે પ્રભુ-રસનો ભોગી.

ટાઢ તાપ સુખ દુઃખ ને માન તેમ અપમાન,
ચલિત કરે જેને ન તે યોગી ઉત્તમ જાણ.
*
MP3 Audio

*
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६-८॥

gyanvigyana triptatma kutastha vijitendriyah
yuktah iti uchyate yogi samalosthasma kanchanah

પત્થર સોનું મૃત્તિકા તેને સરખાં હોય,
તૃપ્ત જ્ઞાન-વિજ્ઞાનમાં સાક્ષી જેવો સ્હોય.
*
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६-९॥

shuhin mitraryudasinamadhyasthadveshayabandhushu
sadhushu api cha papeshu samabudhih vishisyate.

મિત્ર શત્રુ મધ્યસ્થ કે બંધુ સ્નેહીમાં,
સમબુધ્ધિ છે તે કહ્યો ઉત્તમ યોગી હા.
*
ધ્યાનની સમજ

योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६-१०॥

Yogi yunjita satatam atmanam rahasi sthitah
ekaki yatchittatma nirashih aparigrabah

એકાંતમહી બેસવું યોગીએ હરરોજ,
તૃષ્ણા ને સંગ્રહ તજી કરવી અંતર ખોજ.

Meaning

એકાંતમાં રહેનારા યોગીએ એકલા જ રહેવું, મન તથા ઈન્દ્રિયોનો સમુચિત સંયમ સાધવો, તૃષ્ણા અને આશાનો ત્યાગ કરવો, અપરિગ્રવૃત્તિથી રહેવું અને સદા સતત રીતે આત્માનું ધ્યાન કરવું મનને આત્મામાં જોડવું.

 

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 34 guests online

View site in