Verse 16-20
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६-१६॥
na ati ashranatah tu yogah astina chha ekantam anaschanatah
na cha ati swapnashilasya jagratah na eva cha arjuna
ઉપવાસી રે'વું નહીં, ખાવું ના પણ ખૂબ.
ઉજાગરા કરવા નહીં, ઊંઘવું નહીં ખૂબ.
*
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६-१७॥
yuktaharviharasya yuktachestasya karmashu
yuktaswapnavbodhasya yogah bhavati duhkhah
યોગ્ય કરે આહાર ને વિહાર તેમજ કર્મ,
જાગે ઊંઘે યોગ્ય તે લભે યોગનો મર્મ.
*
MP3 Audio
*
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥६-१८॥
yada viniyatam chittam atmani eva avatisthate
nihsprih sarva kamebhyah yuktah iti uchyatetada
ચિત્ત થાય વશ ને પછી આત્મામાં સ્થિર થાય,
નિઃસ્પૃહ યોગી થાય તે યોગી યુક્ત ગણાય.
*
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६-१९॥
yatha deepah nivatasthah na ingate saupma smrita
yoginah yatchitsya yunjat yogan atmanah.
હવા વિનાના સ્થાનમાં દિવો ના હાલે,
તેવું મન યોગીતણું ચળે ન કો' કાળે.
*
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६-२०॥
yatra uparmate chittam niruddham yoga sevaya yatra
cha ena atmana atmanam pashyam atmani tushyati
યોગીજનના ચિત્તનો પૂરો સંયમ થાય,
ડૂબી જાય ધ્યાનમાં, ત્યારે રસમાં ન્હાય.
| < Prev | Next > |
|---|
