Saturday, August 02, 2014
   
Text Size

Verse 01-05

દૈવી સંપત્તિનું વર્ણન

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१६-१॥

abhayam satvasansudhih gyanayogavyavasthitih
danam damah cha yagyah cha svadhyayah tapah arjavam

ડરવું કોઈથી નહીં, થવું સદા શૂરવીર,
ખેલ કરી કસરત કરી, કરવું સરસ શરીર.

પ્રભુનાં બાળક છે બધાં, એમ સદા સમજી,
પ્રભુને જોવા સર્વમાં ભેદ બધાંય તજી.

સાપ, સિંહ ને ડાકુથી ડરવું ના કદિકાળ,
રક્ષક છે પ્રભુ સર્વના, ડરવું ના કદિકાળ.

ચોરી તેમજ જૂઠ ને નિંદાથી ડરવું,
બાકી કાયરતા તજી સંસારે ફરવું,

ઘર્મનીતિથી ચાલવું, પ્રભુથી  કરવી પ્રીત,
ડરવું ઇશ્વર એકથી, થઇ જાઇ તો જીત.

વસ્ત્ર જેમ ધોવાય છે ધોવું મન તેવું,
દુર્ગુણ તેમજ દ્વેષને સ્થાન જ ના દેવું.

જ્ઞાન પામવું તે બધું ધરવું ખૂબ જ ધ્યાન,
ઉતારવું જીવનમહીં ઉત્તમ એવું જ્ઞાન.

મન હંમેશા મારવું, બનતું કરવું દાન,
અનાથ દુઃખી દીનને અન્નવસ્ત્રનું દાન

ધનથી બીજી શકિતથી કરવાં સૌનાં કામ,
થવું કદી સ્વાર્થી નહી, ભજવા આતમરામ.

મન વાણી ને દેહનો સંયમ પણ કરવો,
પણ અભિમાન ન રાખવું, નમ્ર ભાવ ધરવો.
*
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥१६-२॥

ahinsa satyam akrodhah tyagah shantih apaishunam
daya bhuteshy aloluptvam mardavam hrih achapalam

હિંસા કરવી ના કદી, સત્ય વળી વદવું,
ઝેર ક્રોધને જાણવું, વેર વળી તજવું.

શાંત ચિત્તથી બોલવું, વસવું આ જગમાં,
દયા દીન પર લાવવી, મધુર થવું દગમાં.

ખોટા કામોમાં સદા લજ્જાને ધરવી,
લોલુપતા ના રાખવી, ચંચળતા હરવી.
*
MP3 Audio

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


*
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥१६-३॥

tejah kshama dhritih shauchaun adrohah natimanita
bhavanti sampadam daivim abhijatasya bharat

તેજસ્વી બનવું, વળી ક્ષમા સદા કરવી,
દ્રોહ ન કરવો ને સદા ધીરજને ધરવી.

અહંકાર ના રાખવો, કરવું શુધ્ધ શરીર,
દૈવી ગુણવાળાતણા ગુણ આ, અર્જુન વીર.
*
આસુરી સંપત્તિનું વર્ણન

दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम् ॥१६-४॥

dambhah darpah abhimanah cha krodhah parushyam eva cha
agyanam cha abhijatasya partha sampadam asurim

દંભ, દર્પ, અભિમાન ને જેઓ કરતા ક્રોધ,
કઠોર ને જે અજ્ઞ છે, પ્રભુની ન કરે શોધ,

દુર્ગુણવાળા તે કહ્યા રાક્ષસ જેવા લોક,
સુખ ના પામે તે કદી કરે સદાયે શોક.
*
दैवी संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः संपदं दैवीमभिजातोऽसि पाण्डव ॥१६-५॥

daivi sampat vimokshaya nibandhaya asuri mata
ma shuchah sampadam daivim abhijatah asi pandava

તેથી દુર્ગુણ છોડવા ને ગુણિયલ બનવું,
દૈવી ગુણવાળા બની જીવનને તરવું.

સદૂગુણથી શાંતિ મળે, ટળી જાય છે દુઃખ,
દુર્ગુણથી તો ના કદી શમે, શાંતિની ભૂખ.

સદૂગુણથી તું છે ભર્યો, અર્જુન, ના કર શોક,
સુખી થશે સાચે હવે, કલેશ કરીશ ન ફોક.

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore 
16.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 23 guests online