Sunday, February 05, 2012
   
Text Size

અહંકારને ધો

અહંકારને ધો, સાધક તારા, અહંકારને ધો.
તન ને મનથી સેવી એને કેવલ જો ... સાધક તારા.

લગની એવી લગાડ લાગે એના વિણ ના કો,
ગ્રંથ-જ્ઞાન-તપ-માન મૂકીને પૂજા ફૂલ બન હો ! ... સાધક તારા.

રાગદ્વેષને ટાળી દે, ના ભેદભાવથી જો.
રામ રમે છે ચરાચર મહીં, પડદો રાખે શો ? ... સાધક તારા.

મોટાઇની વાત મૂકીને બાલક બનતાં રો,
ગર્વ ગળાવી દે સઘળો યે, બડભાગી થા તો ... સાધક તારા.

હું હું – ની વાતો મૂકીને તુંની કર વાતો,
‘પાગલ’ અંતરના પટ ખૂલશે કૃપા વરસતાં હો ... સાધક તારા.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 385 guests online

View site in