Thursday, May 17, 2012
   
Text Size

તમારું શરણ સદા સુખકારી

તમારું શરણ સદા સુખકારી.
શાંતિ પ્રદાયક મંગલકારક, પ્રકાશમય ગુણકારી. તમારું

સંકટને તે શાંત કરી દે, ભ્રમણા ભાગે ભારી,
રોદનમાં આનંદ ભરી દે, વિષાદને દે મારી. તમારું

આગ હૃદયની શાંત કરી દે, સુધા વરસતાં ન્યારી,
તૃષા મટાડે આર્ત પ્રાણની, જીવન પંથ ઉજાળી. તમારું.

હરેક સ્થળ ને હરેક કાળે એની છે બલિહારી,
‘પાગલ’ પ્રાણ તમારી ઉપર જાય સદાયે વારી. તમારું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 35 guests online

View site in