Sunday, February 05, 2012
   
Text Size

કેવા મારા પ્રભુ છે

MP3 Audio

*

કેવા મારા પ્રભુ છે સુંદરતાના ધામ !
આનંદના સાગર છે, પ્રેમના તો જામ ... કેવા.

દૂર કરે દુઃખ બધાં અચળ દે ઠામ,
પ્રેમથી પોકારે તેને કરે કૃતકામ ... કેવા.

વૈભવ ના ચહે યજ્ઞ યોગ તથા જ્ઞાન,
ભાવના ચહે, એને તો પ્રેમ સાથે કામ ... કેવા.

જોઇ લોને એને જરી ઉઘાડીને આંખ,
દેખી એને દુનિયામાં કરતાં પ્રણામ ... કેવા.

જોતાં ના થકાય, જોઇ મન ના ધરાય,
વૃત્તિઓ વિલોકી એને પામે છે વિરામ ... કેવા.

દર્શન કરીને હું તો વારી ગયો આજ,
જેના ગુણ વેદ ગાયે દેવતા તમામ ... કેવા.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 269 guests online

View site in