Tuesday, May 21, 2013
   
Text Size

મુખડું મધુરૂં

મુખડું મધુરૂં, મધુરી વાણી,
શોભા છે સુંદર ને શાણી .. મુખડું.

નયનોમાં પ્રેમ તણું પાણી,
એમાં ડૂબી ગયા જ્ઞાની ધ્યાની .. મુખડું.

હૃદયે છે ઘર રાગે કરિયું,
એની આગળ શું કરશે દાની ! .. મુખડું.

અંગાગે કોમળતા ક્યારી,
છે રોમ રોમ રસની ખાણી .. મુખડું.

સહવાસે ક્ષુલ્લક સ્વર્ગ દિસે,
એવી પ્રેમતણી છે પટરાણી .. મુખડું.

કેશ સુંવાળા કંકોત્રી શા,
દ્રષ્ટિ વાત કરે છે છાની .. મુખડું.

સ્મિતમાં જીવનની સિદ્ધિ રહી,
સ્પર્શ સુધામય પણ તોફાની .. મુખડું.

એને સર્વ સમર્પણ મેં કરિયું,
મિલ્કત મારી જીવન જાણી .. મુખડું.

છે મંગલ એનું સૌ કાંઈ,
પણ વિરહ કરે ખૂબ જ હાનિ .. મુખડું.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Security code
Refresh

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen 
15.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 37 guests online

View site in