Tuesday, May 21, 2013
   
Text Size

તમારા મુખમાં સ્વર્ગ સમાયું

તમારા મુખમાં સ્વર્ગ સમાયું.

વસી તે મહીં કૈવલ્ય રહ્યું,
ખૂબ મને તે ભાવ્યું;
વૈકુંઠ રમે રાસ રોજ ત્યાં,
ભક્ત જનોએ ગાયું ....તમારા.

પરમશાંતિનું ધામ ખરેખર,
જોતાં મન મોહાયું;
આનંદ તણા ઊડે ફુવારા,
સુધા સરોવર સારું ....તમારા.

તીર્થ સકળ ત્યાં ટોળે મળિયાં,
કલ્પવૃક્ષ શું ન્યારું;
સિદ્ધિ સદન પ્રેમરસ મંડિત,
રતિ કરતાંય રુપાળું ....તમારા.

જોતાંવેંત જ તાપ ટળે ને,
સાંપડતું સુખ ન્યારું;
અંતરનાં તોડી દે તાળાં,
અંધારે અજવાળું ....તમારા.

તે જ વર્ણવી શકે હોય જે,
રસમાં લેશે ન્હાયું;
સત્વર કરો કૃપા મનડુ હો,
એ મુખમાં જ સમાયું ....તમારા.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Security code
Refresh

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 43 guests online

View site in