Tuesday, May 22, 2012
   
Text Size

પાની મેં મીન પિયાસી

પાની મેં મીન પિયાસી (સ્વર - જગજીત સિંહ, પુરુષોત્તમ જલોટા)
MP3 Audio

પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.

આતમ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી,
જૈસે મૃગા નાભિ કસ્તુરી, બન બન ફિરત ઉદાસી … પાની મેં

જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, તા પર ભંવર નિવાસી,
સો મન બસ ત્રિલોક ભયો હૈ, યતી સતી સંન્યાસી … પાની મેં

જાકો ધ્યાન ધરે વિધિ હરિહર, મુનિજન સહસ અઠાસી,
સો તેરે ઘટમાંહી બિરાજે, પરમ પુરૂષ અવિનાશી … પાની મેં

હૈ હાજિર તોહિ દૂર દિખાવે, દૂરકી બાત નિરાસી,
કહે કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ બિન ભરમ ન જાસી … પાની મેં

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે માછલી પાણીમાં રહેતી હોવા છતાં તરસી છે એ વાત સાંભળીને જેમ હસવું આવે એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ હોવા છતાં, ઘટ ઘટમાં રમી રહેલ પરમાત્માને પામી શકતો નથી અને સાંસારિક વિષયોમાં ફસાય છે એ જોઈ મને હસવું આવે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે પણ તે આખા જંગલમાં દોડી દોડીને તેને શોધે છે તેમ સ્વરૂપની અનુભૂતિ ન હોવાથી માનવ પણ કાશી મથુરા જેવા તીર્થસ્થાનોમાં તેની ખોજ કરે છે. જળની વચ્ચે કમળ ઊગે છે અને તેની પર ભ્રમર ફરે છે તેવી જ રીતે આ ત્રિલોકમાં વસીને માનવ - પછી તે યતિ હોય, સતી હોય કે સંન્યાસી હોય, એનું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા અગણિત મુનિજનો જેને સેવે છે તે અવિનાશી પરમાત્મા તો આપણા હૃદયમાં વિરાજમાન છે. તેને ઓળખવાની કોશિશ કરો. એ નજીક હોવા છતાં દૂર માલૂમ પડે છે, અને દૂર હોવાની વાતને કારણે  માનવને એની શોધમાં નિરાશા સાંપડે છે. અંતે કબીર સાહેબ કહે છે કે ઈશ્વર પોતાના અંતરમાં વિરાજેલ છે, અને તેના સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ ગુરુ વિના મળવો મુશ્કેલ છે.

English

Paani me meen piyasi, mohe sun sun aave hansi,

Aatam gyan bina nar bhatake, koi Mathura koi Kashi,
Mirga nabhi base kasturi, ban ban firat udasi  … paani

Jal bich kamal, kamal bich kaliya, ta par bhavar nivasi,
So man bas trilok bhayo hai, yati, sati, sanyasi … paani

Ja ko dhyan dhare vidhi harihar, muni jan sahasra athasi,
So tere ghat mahi biraji, param purush avinashi …paani

Hai hajir tehi dur batave, dur ki baat nirasi,
Kahat kabir suno bhai sadho, Guru bin maram na jasi … paani.

Hindi

पानी में मीन पियासी, मोहि सुन-सुन हावे हाँसी ।

आतम ज्ञान बिना नर भटके, कोई मथुरा कोई काशी ।
मिरगा नाभि बसे कस्तूरी, बन बन फिरत उदासी ॥

जल बिच कमल कमल बिच कलियाँ, तापर भँवर निवासी ।
सो मन बस त्रैलोक्य भयो हैं, यति सती सन्यासी ॥

जाको ध्यान धरे विधि हरिहर, मुनिजन सहस्त्र अठासी ।
सो तेरे घटमांही बिराजे, परम पुरुष अविनाशी ॥

है हाजिर तेहि दूर बतावें, दूर की बात निरासी ।
कहत कबीर सुनो भाई साधो गुर बिन मरम न जासी ॥

Add comment

Security code
Refresh

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore 
01.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 114 guests online

View site in