Friday, February 10, 2012
   
Text Size

અખિલ બ્રહ્માંડમાં એક તું

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
MP3 Audio

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ... અખિલ બ્રહ્માંડમાં.

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા !
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે ... અખિલ બ્રહ્માંડમાં.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે ... અખિલ બ્રહ્માંડમાં.

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે ... અખિલ બ્રહ્માંડમાં.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે ... અખિલ બ્રહ્માંડમાં.

 - નરસિંહ મહેતા

Add comment

Security code
Refresh

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 29 guests online

View site in