Sunday, February 05, 2012
   
Text Size

જનમજનમની પ્રીત પુરાણી

જનમજનમની પ્રીત પુરાણી.

નથી આજની તે પ્રકટેલી, આ જન્મમહીં તેમ ઉગેલી;
ભવભવના ભાવ ભર્યા હૈયે, વાત પહેલેથી મેં જાણી.. જનમજનમની

નિશદિન અંતર પૂજે તમને, સ્તવે સવારે સાંજે વાણી;
સેવા કરે તમારી તનમન, ઈન્દ્રિયો પણ બનતાં શાણી... જનમજનમની.

ગમે તે સ્થળે, ગમે તે સમે, દિલડું મારૂં થાયે ધ્યાની;
કોમળ કેશ, મધુર મુખ વિલસે, આંખે તેમ કુસુંબલ પાની... જનમજનમની.

આંખ અમીમય, અંગ અલૌકિક, રોમરોમમાં રસની ખાણી;
પ્રથમ દર્શને કૈં દિવસોથી, વર્યો તમોને જીવન જાણી... જનમજનમની.

જનમજનમ હો પ્રીત અનેરી, મન લો મધુને મંગલ માણી;
પાગલ અર્ઘ્ય ધરૂં અંતરનો, સ્વર્ગ વિભવ ને મુક્ત્તિ માની... જનમજનમની

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb 
03.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 346 guests online

View site in