Thursday, February 09, 2012
   
Text Size

હવે હું તો એવો યોગ કરું

હવે હું તો એવો યોગ કરું.

પ્રેમપ્રદીપ જીવની જ્વાળા, તપનું તેલ ભરું;
આતુરતા અંગારે એમાં પૂર્ણ પ્રકાશ કરું .. હવે હું તો

કંઠી કરુણા, ભસ્મ ભાવની, મનની માળ ધરું;
સુરતાને સાંધીને ચરણે આવી રોજ મળું .. હવે હું તો

શીલતણા સાધનથી સહેજે આ સંસાર તરું;
નામનાવમાં નેહ કરીને દિન ને રાત ફરું .. હવે હું તો

રાગ હૃદયથી કરું તમોને, દિલનું દાન કરું;
તન-મન-અંતરની આરતિ ને પ્રેમપ્રસાદ ધરું .. હવે હું તો

'પાગલ' પરમપંથ છે ત્યારે ભટકી કેમ મરું;
સમતાની સિદ્ધિ પામીને કાય કૃતાર્થ કરું .. હવે હું તો

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 18 guests online

View site in