Sunday, February 05, 2012
   
Text Size

હૃદયમાં પ્રેમ જાગે તો

હૃદયમાં પ્રેમ જાગે તો બધુંયે કામ થાયે છે !

હૃદયની ભૂમિમાં નાખ્યું, મધુર બી નામનું નાખ્યું,
અમી વરસાદ વરસે તો બધુંયે કામ થાયે છે ... હૃદયમાં

નદીમાં પૂર આવે છે, કિનારા ના સતાવે છે;
સતાવે તેમના બંધન; બધુંયે કામ થાયે છે ... હૃદયમાં

કરો જપ લાખ ને તપયે કરો કે યજ્ઞયાગ ભલે,
ન પ્રગટે પ્રેમ પણ તો તે થકી ના દૈન્ય જાયે છે ... હૃદયમાં

ઉઠે જો પ્રેમનું બિંદુ હૃદયમાં ભાવનો સિંધુ,
હજારો સાધનો તેના પરમફલમાં સમાયે છે ... હૃદયમાં

રડે જે ખૂબ પ્રભુ માટે વળી પ્રાર્થે અને ગાયે,
જગતમાં તે કૃપા પામી પરમધનને કમાયે છે ... હૃદયમાં

હઠાવી પ્રાણના પડદા, જગાવી પ્રેમને તેમાં,
બની 'પાગલ' પ્રભુ પ્રગટે પછા કૈં ના ચહાયે છે ... હૃદયમાં

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello 
03.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 341 guests online

View site in