Sunday, February 05, 2012
   
Text Size

બીન રહ્યું અંતરમાં વાગી

બીન રહ્યું અંતરમાં વાગી.
રોમરોમમાં સૂર રમે છે,
કાયાને કરતાં વરણાગી ... બીન રહ્યું

વરસોથી વાગે અવિરત એ,
અનહદ નાદ ભરે તનમનને;
વરસોથી છે સુરતા લાગી,
ચિત્ત રહ્યું ચંચલતા ત્યાગી ... બીન રહ્યું

સુમધુર સૂર છવાયા કેવા,
અમૃતની લહરીના જેવા;
મિલ્કત હાથ પડી વણમાગી,
અંતર ખૂબ થયું અનુરાગી ... બીન રહ્યું

કોણ બજાવે બીન હૃદયમાં,
તમારા વિના કોણ જ જગમાં;
રૂપ નિરખવા શ્રેષ્ઠ સુહાગી,
લગન ગઈ દિલડાને લાગી ... બીન રહ્યું

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello 
03.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 337 guests online

View site in