Sunday, February 05, 2012
   
Text Size

ભાવના ભીના

સંધ્યા છવાય ગગને પણ રંગ એનો
ઝીલે પ્રસન્ન સરિતા ક્ષણવાર કેવો !
ને સૂર્યનાં કિરણનો સુખસ્પર્શ પામી,
ખીલી ઉઠે કમલ, પુષ્પ રહે પ્રણામી.

થાય ચંદ્રોદય જુઓને અરુ આ કેવો,
સુધાની ગાગર ભરી હો ચંદ્ર છે એવો;
સિંધુ જોતાંવેત એને નાચવા લાગે,
સ્નેહના સંદેશ કૈં કૈં પાઠવે રાગે.

વરસતો વરસાદ ભેટે ભાવથી જ્યારે,
ધન્ય ધરતી વાસ છોડે તૃપ્તિની ત્યારે;
અરે મૂંગા હૃદયનો પણ પ્રેમ છે કેવો,
ગમે છે સૌનેય લેવો લ્હાવ ને દેવો.

જડમાં પણ આવું છે આકર્ષણ ખરે રહ્યું,
આપણે ભાવનાભીના હૈયું કેમ કરે કહ્યું ?

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

To observe without evaluating is the highest form of intelligence.
- J. Krishnamurti 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 320 guests online

View site in