Thursday, February 09, 2012
   
Text Size

ઉરને શાંતિ કેમ જ થાય?

ઉરને શાંતિ કેમ જ થાય ?
એને વસવસો શે થાય ?...ઉરને

પ્રાણાયામ કરે, ધ્યાન ધરે, શાસ્ત્રાભ્યાસ કરાય,
તીર્થાટન ને તપવ્રત સાધે મટે ન એની લહાય ...ઉરને

શાંતિ તણો સાગર છે અંદર ઉછળે શુદ્ધ સદાય,
સ્નાન કરી લે એમાં સ્નેહે એ જ અમોઘ ઉપાય ...ઉરને

શાંતિરૂપ સ્વયં આત્માને પ્રેમપૂર્ણ પમાય,
મહોત્સવ બને જીવન તો આ, બંધનમુક્ત બનાય ...ઉરને

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 18 guests online

View site in